વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા લેવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લામાં વધુ 6 ગામોમાં પ્રયોશા પ્રતિષ્ઠાન માલેગામનાં પૂજ્ય પી.પી.સ્વામીજીનાં માર્ગદર્શન હેઠળ હનુમાનજીનાં મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે.સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લાનાં 311 ગામોમાં હનુમાન મંદિર બનાવવાનો સંકલ્પ લીધો છે.ડાંગ જિલ્લામાં 101 જેટલા મંદિર બની ગયા છે. 311 ગામડાઓમાં હનુમાનજી મંદિરોનાં નિર્માણયજ્ઞનું બીડુ ઝડપનાર એસ.આર.કે.ગ્રુપનાં ઉધોગપતિ અને રાજ્યસભાનાં સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાનાં હસ્તે 101 હનુમાન મંદિરોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો.ડાંગ જિલ્લામાં હનુમાનજી મંદિરોના નિર્માણયજ્ઞનું કામ પૂર્ણ થતાં ભક્તો માટે લોકાર્પણ કરાયા હતા.ત્યારે આ હનુમાનજી મંદિરના લોકાર્પણ કાર્યક્રમ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતુ.જોકે વરસાદી માહોલમાં રાજ્યપાલ ઉપસ્થિત રહી શક્યા નહોતા.ત્યારે આ કાર્યક્રમમાં 101 ગામનાં ગ્રામજનો,ભાવિક ભકતો,સંત – મહારાજ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા.આ પ્રસંગે પ.પૂ.પી.પી.સ્વામીજીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં હનુમાનજીનાં મંદિરનાં યજ્ઞથી લોકોને સામાજિક ઉત્ક્રાંતિ,સેવાસેતુ સાથે જોડવાનો અભિગમ છે.સાથે આત્મ નિર્ભર ગામડાઓ બનાવવા માટેનો છે.એસ.આર. કે.ગ્રુપનાં ઉધોગપતિ ગોવિંદભાઇ ધોળકિયા અને અન્ય દાતાઓનાં સકારાત્મક અભિગમથી આજે 101 ગામડાઓમાં હનુમાનજી મંદિરોનાં નિર્માણનું કાર્ય પુર્ણ થયુ છે.અહી સામાજિક ઉત્થાનનાં ભાગરૂપે મંદિરોનાં યજ્ઞ સાથે વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવી છે.જ્યારે યોગી અરુણાનંદજી મહારાજે જણાવ્યુ હતુ કે ભારતની સંસ્કૃતિ મંદિર અને દેવી દેવતાઓની છે. ડાંગ જિલ્લાનાં ગામોમાં લોકોએ પ્રથમ પથ્થર પર સિંદૂર લગાવી હનુમાનજીની પૂજાની શરૂઆત કરી હતી.જે પૂજા આજે હનુમાનજીનાં મંદિરોનાં સ્વરૂપે ખરા અર્થમાં સાર્થક થઈ છે.તેઓએ હનુમાનજી મહારાજનાં જીવન ચરિતાર્થનું વર્ણન કરી લોકોને સંદેશો આપ્યો હતો.આ પ્રસંગે એસ.આર.કે ગ્રુપનાં ઉધોગપતિ અને રાજ્ય સભાનાં સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાએ જણાવ્યુ હતુ કે સૃષ્ટિમાં તમામ બાબતો ઈશ્વરની યોજનાનાં ભાગરૂપે જોવા મળે છે.અને થાય છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓ ખુંદતા પ.પૂ.પી.પી.સ્વામીજીનાં સહયોગથી ડાંગ જિલ્લામાં હનુમાનજીનાં મંદિર નિર્માણ કાર્યનો વિચાર આવ્યો હતો..એકવખત હું અને પી.પી સ્વામીજી સાથે ડાંગ જિલ્લાનાં ગામડાઓની મુલાકાત કરી રહ્યા હતા.ત્યારે ખુલ્લા આકાશમાં હનુમાનજીની પ્રતિમા જોવા મળી હતી.ત્યારે વિચાર આવ્યો કે આપણા ભગવાનની આવી દશા જેથી તે ક્ષણે તેઓએ પી.પી.સ્વામીજીને પૂછતા આવી મૂર્તિઓ ડાંગ જિલ્લાનાં તમામ ગામોમાં જોવા મળશે ત્યારે તેઓએ કહ્યુ કે આ ભગીરથ કાર્ય આપણે ઉપાડી લઈએ.જેથી ડાંગ જિલ્લામાં 311 ગામોમાં હનુમાનજીનાં મંદિરો બનાવવાનો સંકલ્પ લીધો. જેમાં એકલાએ જ નહી પરંતુ દરેક દાતાઓનાં સંકલ્પથી મંદિરોનાં નિર્માણનું યજ્ઞ સફળ થયેલ જોવા મળેલ છે.આજે ડાંગ જિલ્લામાં 101 હનુમાનજીનાં મંદિરો પૂર્ણ થઈ ગયા છે.જે મંદિરોમાં ભગવાનની કૃપા છે. જ્યારે આજે રાજયપાલ વરસાદનાં પગલે ન આવ્યા તે ભગવાનની ઈચ્છા ગણાવી હતી.તેઓએ ઉપસ્થિત ભક્તોને ભગવાનની કૃપા અને ઈચ્છા શક્તિનો તફાવત સમજાવ્યો હતો.અહી ગુજરાત વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક અને ડાંગ ધારાસભ્ય વિજયભાઈ પટેલે જિલ્લામાં હનુમાનજીનાં મંદિરો રૂપી દીવડો પ્રગટાવનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.અહી શ્રી હરિ ગ્રુપનાં ઉધોગપતિ અને દાતા રાકેશભાઈ દુધાત ગ્રુપ દ્વારા વઘઇ તાલુકાનાં સૂપદહાડ ગામને દત્તક લીધુ હતુ.સાથે હનુમાનજીનાં મંદિરો માટે જમીન આપનાર તમામ ભૂમિ દાતાઓનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યુ હતુ. અહી દાતાઓએ આંતરરાષ્ટ્રીય દોડવીર મુરલીભાઈ ગાવીતનું પણ સન્માન કર્યું હતુ..