
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
રાજય ભરમાં 31 ફર્સ્ટની ઉજવણી માટે લોકો થનગની રહ્યા છે,ત્યારે ડાંગ જિલ્લાના શિવારીમાળ ખાતે આવેલ વૈદેહી સંસ્કાર ધામ દ્વારા ભજન ,અભંગ, ગોંધળ જેવા ધાર્મિક મંડળોની સંગીત પ્રતિયોગિતા યોજશે.ડાંગ જિલ્લામાં વૈદેહી સંસ્કાર ધામનાં પૂજ્ય યશોદા દીદી દ્વારા માતા પિતા વિહોણા બાળકોને સંસ્કારનું સિંચન સહીત લોકોમાં ધાર્મિક ભાવનાઓ ઉજાગર કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવે છે.ગિરિમથક સાપુતારા સહીત અન્ય હિલાસ્ટેશનો ખાતે થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે ડી જે સંગીત સહીત વિવિધ કાર્યક્રમોને પગલે હોટલોમાં હાઉસફુલના પાટિયા ઝૂલી ઉઠ્યા છે.ત્યારે ડાંગ જિલ્લાનાં શિવારીમાળ વૈદેહી સંસ્કારધામ દ્વારા ડાંગ જિલ્લાના ધાર્મિક ભજનિક મંડળોને એકમંચ પર લાવી અનોખી રીતે 31 ફર્સ્ટની ઉજવણી સાથે નવા વર્ષને આવકારવા પ્રસંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.આ પ્રતિયોગિતા 31 અને 1 જાન્યુઆરી 2025 સુધી આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં રામ જન્મ ભૂમિ અયોધ્યા મંદિરનાં ઉતરાધિકારી મહારાજ સહીત વિવિધ સંતો મંહતો હાજરી આપશે.તેમજ લોકોને આ કાર્યક્રમ નિહાળવા માટે પ.પૂ.યશોદા દીદીએ ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ છે..





