
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યભરમા ચાલી રહેલી માર્ગ સુધારણા અને બ્રિજ નિરીક્ષણની કામગીરીના ભાગરૂપે, પહાડી પ્રદેશ એવા ડાંગ જિલ્લામા પણ માર્ગ અને મકાન વિભાગે ઘનિષ્ઠ અભિયાન હાથ ધર્યું છે. રાજ્ય માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર શ્રી કે.બી. કુકણાની નિગરાની હેઠળ ડાંગ જિલ્લાના વઘઈ અને આહવા પેટા વિભાગની ટીમ દ્વારા, ડાંગ જિલ્લાના ખાસ કરીને ઘાટ માર્ગો, સર્પાકાર વળાંકવાળા માર્ગો, ખીણ અને કોતરો પાસેથી પસાર થતાં માર્ગો, અને જોખમી પહાડી માર્ગો ઉપર વાહન ચાલકોની સલામતી માટે ઉપલબ્ધ કરાવાયેલા ક્રેશ બેરિયર્સનુ યુદ્ધના ધોરણે ઠેકઠેકાણે સમારકામ હાથ ધરાયુ છે. આ અંગેની વધુ વિગતો આપતા કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુકણાએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લાના ખાસ કરીને આહવા-વઘઈ-સાપુતારા જેવા ઢોળાવવાળા જોખમી માર્ગો ઉપર જીવલેણ અને ગંભીર અકસ્માતો નિવારી શકાય તે માટે, રોડ સાઈડ ઉપર ક્રેશ બેરિયર્સ લગાવવામા આવ્યા છે. જેનાથી ઘણા અકસ્માતોમા જાનહાનિ નિવારી શકાય છે. આ ક્રેશ બેરિયર્સને વધુ મજબુતી પ્રદાન કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તમામ ઘાટમાર્ગો ઉપર તેની મરામતનુ કાર્ય હાથ ધરાયુ છે. જે વાહનચાલકોને સલામતી પૂરી પાડશે.




