
વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ જાખાના ખાતે આહવા મામલતદાર શ્રી યોગેશ ચૌધરી, જ્યારે વઘઇ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરવર ગામ ખાતે, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજવામા આવ્યો હતો. જ્યારે જિલ્લા સેવા સદન-આહવા ખાતે જન સંપર્ક અધિકારી શ્રી આર.એમ.મકવાણાના હસ્તે ધ્વજવદંન કરાયુ હતુ. તો ગિરિમથક સાપુતારા સ્થિત નોટીફાઇ એરીયા કચેરી ખાતે નાયબ મામલતદાર શ્રી પી.એલ.પરમારના હસ્તે, અને તાલુકા સેવા સદન-વઘઇ ખાતે નાયબ મામલતદાર શ્રી પ્રકાશભાઇ મહાલા, તથા સુબિર તાલુકા સેવા સદન ખાતે નાયબ મામલતદાર શ્રી પી.પી.પાંડોરના હસ્તે ધ્વજવંદન કરાયું હતુ. ઉપરાંત જિલ્લાની તમામ કોલેજો અને શાળાઓમા પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા.
આહવાના જાખાના અને વઘઇના સરવર ખાતે યોજવામા આવેલ તાલુકા કક્ષાના કાર્યક્રમોમા પ્રભાત ફેરી, રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.
આ વેળાએ સ્થાનિક પદાધિકારીશ્રીઓ, વહિવટી તંત્રના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક ગ્રામજનો તેમજ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક સુબીરના નવજ્યોત સ્કૂલ ખાતે ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેની સમાંતર તાલુકા કક્ષાના આ કાર્યક્રમો પણ આયોજિત કરાયા હતા.




