AHAVADANG

વઘઇ ખાતે આરટીઓની ખુલ્લેઆમ ઉઘરાણીનો કૌભાંડ? વાહન ચાલકો ત્રાહિમામ,સરકારના પારદર્શિતાના દાવા પોકળ સાબિત…

વાત્સલ્યમ સમાચાર

      મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇનાં ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે આર.ટી.ઓ અધિકારીઓ દ્વારા  વાહન ચાલકો પાસે તપાસનાં નામે લૂંટ ચલાવી રહ્યા છે, રસીદ વિના વસૂલીથી વાહનચાલકોમાં ઉગ્ર રોષ..

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આરટીઓ વિભાગની શંકાસ્પદ કામગીરીએ સરકારી તંત્રને શરમજનક સ્થિતિમાં મૂકી દીધુ છે.રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા આરટીઓ ચેકપોસ્ટો બંધ કરી ઓનલાઈન અને પારદર્શક ટેક્સ વસૂલીના દાવા વચ્ચે અહીં ખુલ્લેઆમ ઉઘરાણી થતી હોવાના આક્ષેપોએ ભારે ચકચાર મચાવી છે.મળતી માહિતી મુજબ, વઘઇ નજીક ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે આરટીઓની સરકારી ગાડી રસ્તા કિનારે ઊભી રાખી પસાર થતી ટ્રક, બસ અને અન્ય વાહનોને રોકી ‘તપાસ’ના બહાને રોકડ નાણા ઉઘરાવવામાં આવી રહ્યા છે.આ સમગ્ર ઘટનાક્રમને લઈને “દિવસેને દિવસે બેફામ બનેલુ આર.ટી.ઓ તંત્ર ક્યારેય ન સુધરે” જેવી ચર્ચાઓ ઉઠી રહી છે.વાહનચાલકોનાં ગંભીર આક્ષેપ મુજબ, કોઈ સત્તાવાર રસીદ આપવામાં આવતી નથી અને કાયદેસરની દંડ પ્રક્રિયા વિના જ નાણા વસૂલવામાં આવે છે, જે સીધી રીતે ભ્રષ્ટાચારની વાસ આવે છે. સ્થળ પર નજરે પડતા દ્રશ્યો પણ આક્ષેપોને વધુ મજબૂત બનાવે છે.રાજ્ય સરકાર પારદર્શિતા અને ડિજિટલ સિસ્ટમની વાત કરે છે, ત્યારે મેદાનમાં આવી ઘટનાઓ “સિસ્ટમની પોલ ખોલતી” હોવાનું માનવામાં આવી રહ્યું છે. “શું ડાંગ જિલ્લાનાં આરટીઓને કોઈનો ડર નથી? શું એન્ટી કરપ્શન વિભાગ સૂતો છે?” એવા તીખા સવાલો હવે જનમાનસમાં ગુંજી રહ્યા છે.આ ગંભીર મુદ્દે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ હાથ ધરવામાં આવે અને સંકળાયેલા તમામ આર.ટી.ઓ અધિકારીઓ સામે કડક અને દાખલાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. જો આ મામલે સમયસર કડક પગલાં નહીં લેવાય તો આ મુદ્દો રાજ્યવ્યાપી આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે..

Back to top button
error: Content is protected !!