
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢના PTI શ્રી ડો.હિતાક્ષી મૈસુરીયા ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ રમત ગમત ક્ષેત્રમાં જાતિગત અસમાનતા વિશે વિદ્યાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઘરથી લઈ શાળા, કોલેજ, યુનિવર્સિટી સુધી વિદ્યાર્થીઓ કેટલા સંઘર્ષનો સામનો કરીને આગળ વધી રહયા છે તેના ઉદાહરણ રજૂ કર્યા હતા. જેમાં ડાંગની ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી સરિતા ગાયકવાડ તેમજ ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતા મુરલી ગાવિત તેમજ હાલમાં જ વિશ્વમાં ખો-ખો વર્લ્ડ કપમાં ડાંગનો ડંકો વગાડનાર ઓપીના ભીલારની વાતો કરી હતી. તેમજ દંગલ, ચક દે ઇન્ડિયા, ખો-ખો જેવી ફિલ્મમાં દર્શાવેલ સ્ત્રીના સંઘર્ષની કહાનીઓ વર્ણવી હતી. સોપ્રથમ કુટુંબની માનસિકતા બદલવાની પહેલ કરી હતી.
કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માળવીશ શીલા જેઓએ સંઘર્ષ સાથે રમત ક્ષેત્રમાં યુનિવર્સિટી લેવલ ઇન્ટર યુનિવર્સિટી સુધી મેળવેલ તેમની વિવિધ સિદ્ધિઓ વર્ણવી વિદ્યાર્થીનીઓને પણ પ્રેરણા પૂરી પાડી હતી. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. યુ.કે.ગાંગુર્ડેએ રમત ક્ષેત્રમાં વિધાર્થીનીઓ આગળ આવે અને સમાજ માંથી ભેદભાવ દૂર થાય તે અંગે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતી સ્વ રચીત કવિતાનું પઠન કર્યું હતું.




