AHAVADANG

નવસારીમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું : આધુનિક એક્વાકલ્ચર વિકાસને નવી દિશા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદશ્રી સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને “ઝીંગા કિસાન સંમેલન – ૭મી આવૃત્તિ” યોજાઈ હતી. કાર્યક્રમ ICAR-CIBA, ચેન્નાઈ અને ગુજરાત સરકારના મત્સ્યઉદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન “Aquatic Referral Labs”ના ખાતમુહૂર્ત, “Super-Intensive Precision and Natural Shrimp Farming” પ્રદર્શન પ્રકલ્પના પ્રારંભ તેમજ “Atlas of Potential Brackishwater Aquaculture Zones in Gujarat”નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથે જ લાભાર્થીઓને સબસિડી ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ICAR-CIBA, નવસારી કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી વચ્ચે મત્સ્યઉદ્યોગ વિકાસ માટે MoU કરવામાં આવ્યા હતા.

મંત્રીશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતનો વિશાળ દરિયાકિનારો અને આધુનિક ટેકનોલોજી રાજ્યને ઝીંગા ઉત્પાદન અને એક્વાકલ્ચરમાં અગ્રેસર બનાવશે. સરકાર ખેડૂતો અને માછીમારોને તાલીમ, ટેકનોલોજી અને આર્થિક સહાય પૂરી પાડી આત્મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ છે.

કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, કલેક્ટર મનીષ ગુરવાની, એસ.પી. રાહુલ પટેલ, વૈજ્ઞાનિકો, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ઝીંગા ઉત્પાદક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!