વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ધૂળચોંડ સ્થિત સરસ્વતી વિદ્યામંદિર ખાતે રક્ષાબંધનનો તહેવાર હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે વિદ્યામંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ એસ ગાઈનનાં માર્ગદર્શન હેઠળ બાળકોને ભાઈ-બહેનના પવિત્ર સંબંધ વિશે માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પાર્વતીબેન એમ ગાઈન, ઉપઆચાર્ય કુ .સ્વાતીબેન આર કોકણી,શાળાના સ્ટાફ સોમનાથભાઈ વાય બાગુલ, વિનોદભાઈ,હંસાબેન બી ગાયકવાડ, પિન્ટુબેન પી ચવધરી તથા શાળાનાં બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અહી બાળકોએ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક સમાન રક્ષાબંધનની રસપ્રદ રીતે ઉજવણી કરી હતી.ત્યારે ભાઈચારાનો નજારો પણ જોવા મળ્યો હતો..