
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત, અર્બન રાઇઝ નવસારી – સિટી ચેલેન્જ 2025 માં સર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી (SCET) એ શહેરી વિકાસ વર્ષ 2025-26 ના નેજા હેઠળ સક્રિય પણે ભાગ લીધો હતો જેને સન્માનિત કરવા અંતર્ગત આજરોજ, અર્બન રાઇસ સિટી ચેલેન્જ જીતનાર ત્રણ વિજેતા ગ્રુપને મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા બાકીના તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ તેમના નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમ વિશે અનુભવ પણ સાઝા કર્યા હતા…





