AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે સ્યુસાઇડ પ્રિવેન્શન સંબંધી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવા સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અંર્તગત વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ નિમિત્તે સ્યુસાઇડ પ્રિવેન્શન સબંધી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ.જેમા  એસ.એસ.મહાલા કોલેજ વઘઇનાં વિધાર્થીઓને સ્યુસાઇડ પ્રિવેન્શન અને ટેલી માનસ સબંધી માહિતી કિલનીકલ સાયકોલોજીસ્ટ મનિષાબેન પંચાલ PPT સ્લાઇડ દ્રારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.અને આ વર્ષની સ્યુસાઇડ પ્રિવેન્શન સુત્ર ” Changing the Narrative on suicide”,  Start the conversation   આ વિધાનને સફળ બનાવવા માટે કર્યક્રમમાં  પ્રયત્નો કરવામાં આવ્યો હતો.વધુમાં એસ. એસ. માહલા કોલેજ કુકડનખી ખાતે અભ્યાસ કરતા ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરત, નર્મદા ના વિદ્યાર્થીઓને  કારકિર્દી માર્ગદર્શન અને આત્મહત્યા જાગૃતિ અંગેનો સેમિનારનો સીધો લાભ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં માનસિક વિભાગની ટીમ કિલનીકલ સાયકોલોજીસ્ટ મનિષાબેન પંચાલ, સાયકોલોજીસ્ટ ભાવિકાબેન પટેલ, સોશિયલ વર્કર આશિષભાઇ અને ઝાહીદભાઈ રાજ (યંગ પ્રોફેશનલ ) વગેરે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ અંર્તગત વિધાર્થીઓનુ માનસિક સ્વાસ્થ્ય, કેરીયરને લઇને થતી ચિંતા અને પ્રશ્નો તથા  વિધાર્થીઓનું કાઉન્સિલિંગ કરી આ ક્રાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માટે માહલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીગ ટ્રસ્ટી શ્યામભાઈ માહલાએ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી  હતી.આ સેમિનારનું આયોજન અને સંચાલન માવજીભાઈ બી.ભોયે એચ.આર.વિભાગનાઓએ કરી હતી..

Back to top button
error: Content is protected !!