
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર- આહવા અને માય ભારતના ઉપક્રમે ‘મેરા ભારત મેરી દિવાલી’ અંતર્ગત તા.૨૭ થી ૩૦ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ‘સ્વચ્છતા હી સેવા તેમજ ટ્રાફિક અવેરનેસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના બજાર સ્થળોએ સ્વચ્છતા અને જાગૃતતના કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે. વધુમાં પોલીસ જવાનો અને યુવા સ્વયંસેવકો દ્વારા સાકરપાતળ, પીપલદહાડ, વઘઈ, ચિંચલી, સુબીર, અને ચિકાર જેવા બજાર સ્થળોએ લોકોમાં સ્વચ્છચા અને ટ્રાફિક અંગે જાગૃતિ ફેલાવવા કાર્યક્રમો યોજવામાં આવશે.





