
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વિ.કે., વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઇ દ્વારા ૧૬ ડિસેમ્બર થી ૩૧ ડિસેમ્બર સુધી “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવામાં આવી. સ્વચ્છતા પખવાડા અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈના વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા, સ્વચ્છતા જાગૃતિ દિવસ, કે.વિ.કે.,વઘઈ ના વિવિધ દતક ગામો તથા જાહેર સ્થળોમાં સ્વચ્છતા અભિયાન, સ્વચ્છતા વિશેના લેક્ચર, સ્વચ્છતા અંતર્ગત રેલી, કૃષિ પ્રદર્શન, ફિલ્મ શો, વર્કશોપ, ફાર્મર મીટીંગ, કિસાન ગોષ્ઠિ, ફાર્મ અને ઓફિસ બિલ્ડીંગની સફાઈ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૪૫૭ જેટલા ભાઈઓ-બહેનોએ રસપૂર્વક જોડાયા હતા.




