AHAVADANG

Dang: સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ ખાતે રાજ્યના શિક્ષણ અને આદિજાતી મંત્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે ટેબ્લેટ વિતરણ કરાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના માલેગામ ખાતે આવેલ પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલીત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિરના વિધાર્થીઓને રાજ્યના કેબીનેટ મંત્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તે ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતાં.

ગત તારીખ ૧૫ મી નવેમ્બરના રોજ આહવા ખાતે આયોજીત ‘જન જાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં પધારેલા રાજ્યના શિક્ષણ અને આદિજાતી મંત્રી કુબેરભાઇ ડીંડોર, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય  વિજયભાઇ પટેલના હસ્તે પ્રયોશા પ્રતિષ્ઠાન સંચાલિત સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર, માલેગામના વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૧ ના કુલ ૩૦ વિધ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક વિજાણુ યંત્રો વિદ્યાર્થીઓને દુનિયા સાથે જ્ઞાન અને માહિતીના આદાન પ્રદાન માટે ઉપયોગી થશે. તેમજ વિધ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા ખુબ જ ઉપયોગી નિવડશે.

આ અગાઉ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તથા સંસદીય બાબતોના રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે લિંગા ખાતે ધોરણ વિજ્ઞાન પ્રવાહ ધોરણ ૧૨ ના વિધ્યાર્થીઓને લેપટોપ અને ટેબ્લેટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામ સંસ્થાના વડા શ્રી પી.પી.સ્વામીજી, ડાંગ જિલ્લા પંચાયત પ્રમખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, સુબીર તાલુકા પ્રમુખ રવિનાબેન ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઇ ગાવિત, મહામંત્રી હરિરામભાઇ સાંવત સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!