AHAVADANG

Dang: વઘઈ તાલુકાનાં ચિચોંડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં BSNL નેટવર્કની સમસ્યાથી લો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં ચિચોંડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં મોબાઈલમાં સરખું નેટવર્ક ન આવતુ હોવાથી લોકો હેરાન પરેશાન થઇ ગયા છે.તેમજ સરખી રીતે BSNL ટાવર પરથી નેટવર્ક  ન મળતુ હોવાથી લોકોને ઇમરજન્સી સેવા મેળવવા પણ તકલીફ પડતી હોય છે.ત્યારે અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.વઘઈ તાલુકાનાં ચિચોંડ ગ્રુપ ગ્રામ પંચાયતનાં સિલોટમાલ ગામ સહીતનાં વિસ્તારમાં BSNL મોબાઈલ નેટવર્કની કનેક્ટિવિટી યોગ્ય રીતે થતી ન હોવાથી સ્થાનિક લોકોએ હેરાન પરેશાન થવુ પડી રહ્યું હોય તેવું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વઘઈ તાલુકામાં આવેલ ચિચોંડ ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં નેટવર્કની સમસ્યા સર્જાતી હોવાથી BSNLનો ટાવર ઉભો કરવામાં આવ્યો છે.પરંતુ છેલ્લા ઘણા સમયથી BSNLનાં નેટવર્કની કનેક્ટિવિટી મોબાઈલમાં સરખી રીતે જોવા મળતી નથી.તેમજ મોબાઇલ પર કોલ આવતા અવાજ કટ થઈને આવતો હોય છે.અને મોટાભાગના સમયે નેટવર્ક બંધ હોવાથી લોકોને મોબાઇલ નેટવર્ક અંગે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે.જેમાં વાઇફાઇની લાઈન પરથી BSNL ટાવરની લાઈન કરવામાં આવેલ નથી જેના કારણે ટાવર નેટવર્કની સમસ્યા સર્જાતી હોય છે.ત્યારે BSNL ટાવર અને સમસ્યાની તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.

Back to top button
error: Content is protected !!