AHAVADANG

સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં 5 દિવસીય સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગિરિમથક સાપુતારા સહીત ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાંચ દિવસીય શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાંચ દિવસીય સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ ઢોલ નગારા અને ડી.જેનાં તાલ સાથે નદી, વહેળા અને ચેકડેમોમાં  વિધિવત રીતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લામાં પણ આહવા,સુબીર અને વઘઈ એમ ત્રણેય તાલુકાઓમાં ઠેર ઠેર ગણેશ મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી.અને પાંચ દિવસ સુધી વિઘ્નહર્તા ગણેશજીની સવાર સાંજ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને લાડુનો ભોગ ધરાવવામાં આવતો હતો.ત્યારે આજરોજ ગિરિમથક સાપુતારાનાં ઋતુભંરા વિદ્યામંદિર સહિત નોટીફાઈડ એરીયા કચેરી અને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં પાંચ દિવસીય સ્થાપિત શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યુ હતુ.જેમાં ગણપતિ બાપ્પા મોરિયા પુડલે વરસી લવકર યાનાં નાદ સાથે ગુલાલની છોળો ઉડાવવામાં આવી હતી.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં જેટલી તૈયારીઓ ગણપતિ મૂર્તિની સ્થાપના વખતે કરવામાં આવી હતી તેટલી જ તૈયારી ગણપતિ વિસર્જન વખતે કરવામાં આવી હતી.તેમજ વિધિપૂર્વક નજીકનાં નદી,વહેળા અને નાનકડા ચેકડેમો કે તળાવોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત ગામડાઓમાં ગણેશ વિસર્જનમાં કોઈ અઘટિત બનાવો ન બને તે માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Back to top button
error: Content is protected !!