AHAVADANG

ડાંગ જિલ્લામાં ફેક ID બનાવી મહિલાને બદનામ કરનાર આરોપીને સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક જયદીપ સરવૈયાનાં માર્ગદર્શન હેઠળ આહવા ખાતેની સાયબર ક્રાઇમ સેલનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા સાયબર સ્ટોકિંગના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.આરોપીએ ફેક સોશિયલ મીડિયા આઈડી બનાવીને એક મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, સાયબર ક્રાઇમ સેલ ડાંગ-આહવાનાં પી.આઈ.આર.એસ.પટેલને ‘આશ્વત’ પોર્ટલ મારફતે એક અરજી મળી હતી. આ અરજીમાં ફરિયાદ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, કોઈ અજાણ્યા શખ્સે તેના નામે ફેક ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) આઇ.ડી. બનાવ્યા છે. આ ફેક આઈડી પરથી ફરિયાદ કરનાર બહેનના ફોટા તેમજ અન્ય અશ્લીલ ફોટાઓ સ્ટોરીમાં મૂકીને તેમને બદનામ કરવામાં આવી રહ્યા હતા.સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.સાઈબર પોલીસે ટેક્નિકલ સોર્સ અને ટેક્નિકલ એનાલિસિસની મદદથી ઝીણવટભરી તપાસ કરી હતી. આ સઘન વર્કઆઉટના આધારે પોલીસે આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી આખા ગુનાનો પર્દાફાશ કર્યો હતો.સાઈબર પોલીસે આ ગુનામાં પરેશભાઇ મંગુભાઇ કંહાડોળીયા (ઉ.વ. ૨૫), રહે. પીપલપાડા ઉપલુ ફળિયું, તા. ધરમપુર, જિ. વલસાડની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.તેમજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!