
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે સાપુતારા ખાતે અધ્યતન સુવિધા ધરાવતુ બસ સ્ટેશનનું નિર્માણ કરાયુ છે.જેમા લકઝરી સુવિધાવાળુ કેન્ટીંગ , શૌચાલય સહીત બેઠક વ્યવસ્થા હોવા છતા છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટેન્ડની બાજુમાં ગેરકાયદેસર શેડ બનાવી રેસ્ટોરન્ટ ચલાવતા ઈસમ સામે એસટી વિભાગે સીલ મારી કાર્યવાહી કર્યા અંગે અખબારોમાં અહેવાલ છપાતા ગેરકાયદેસર વેપલો કરતા ઈસમોમાં ફફડાટ ફેલાયો હતો.અને પોતાની આબરૂ બચાવવા માટે આ ઈસમ દ્વારા પત્રકારો વિરુદ્ધ યેનકેન પ્રકારે ખોટી અરજીઓ કરી ચોથા સ્થંભને દબાવવાનો પ્રયત્ન કરવાની કોશિશ કરવામાં આવી હતી.ત્યારબાદ એસટી વિભાગ દ્વારા સીલ કરેલ કેન્ટીંગનું કાયદેસર ડિમોલીશનની કામગીરી હાથ ધરતા ફફડાટ ફેલાયો હતો..





