
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ વઘઇ તાલુકાનાં દોડીપાડા ગામનો રહેવાસી સતીષભાઈ બાળુભાઈ ગાયકવાડ તેઓની મોટરસાઈકલ.ન.જી.જે.30.સી.5095 લઈને સાપુતારા ખાતે નવોદય વિધાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા દીકરા આદિત્યને મળવા માટે નીકળ્યા હતા.તે અરસામાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજય ધોરીમાર્ગનાં શિવારીમાળ ગામ નજીક લેઉવા પાટીદાર આશ્રમ શાળા નજીકનાં વળાંકમાં આ મોટરસાયકલ અચાનક સ્લીપ થઈ જતા મોટરસાયકલ ચાલક ફંગોળાઈને માર્ગમાં પટકાતા ઘટના સ્થળે ગંભીર ઈજાઓને પગલે તેનું મોત નીપજ્યુ હતુ.આ બનાવની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી.હાલમાં સાપુતારા પોલીસની ટીમે મૃતકની લાશનો કબજો મેળવી પી.એમ અર્થે ખસેડી વધુ તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..




