વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં બિલમાળ ખાતે આવેલ તુલસીગઢ ધામમાં નવરાત્રી નિમિત્તે અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રીના પર્વ દરમિયાન ડાંગ જિલ્લાનાં બિલમાળ ખાતે તુલસીગઢમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.પૂજય સંત અનેકરૂપી મહારાજનાં સાનિધ્યમાં અષ્ટમીનું પૂજન કરવામાં આવ્યુ હતુ.ત્યારે ધાર્મિક કાર્યક્રમો અને ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતુ.વધુમાં અહી નાની બાળકીઓ ને દેવી સ્વરૂપ માની તેમને ભોજન પણ કરાવવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લાનાં બિલમાળ ખાતે આવેલ પ્રખ્યાત તુલસીગઢ મંદિરમાં આજે અષ્ટમીની ઉજવણી અત્યંત ધામધૂમથી કરવામાં આવી હતી.પૂજય સંત અનેકરૂપી મહારાજનાં આશીર્વાદથી આ પર્વ વધુ ખાસ બન્યો હતો.સવારથી જ તુલસીગઢ ખાતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.અષ્ટમીનાં રોજ નાગેશ્વર મહાદેવ મંદિરને ફૂલો અને દીવાથી સજાવવામાં આવ્યુ હતુ.દિવસભર મંત્રોચ્ચાર અને ગરબા ભજનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતુ.ત્યારે ભક્તોએ શિવજીની સાથે સાથે માતાજીનાં ચરણે નમન કરી આશીર્વાદ મેળવ્યા હતા..