AHAVADANG

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં શામગહાન ખાતે વિશ્વ હિન્દૂ પરિષદનું હિન્દૂ સંમેલન યોજાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વિશ્વ્ હિન્દૂ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા આજદિન સુધીના કાર્યકાળમાં અનેક સફળ આંદોલન જનજાગરણ ,જનજાતી કલ્યાણ કાર્યક્રમો,લવ જેહાદ વિરુદ્ધ કાયદા, ગૌ રક્ષા માટે કાયદા ધર્મન્તરણ અટકાવવુ,ઘર વાપસી જેવા કાર્યક્રમો આજ સુધીમાં સફળતા પૂર્વક પાર પાડ્યા છે.ડાંગ જિલ્લાનાં શામગહાનની જનતા હાઇસ્કુલનાં પ્રાંગણમાં ધર્મકાર્ય સંપર્ક પ્રમુખ ધીરુભાઈ કપુરિયા,પૂજ્ય પી.પી.સ્વામીજી,હેતલદીદી, સહીત વિશ્વ હિન્દૂ પરિષદનાં પ્રમુખ રવિ સૂર્યવંશીનાં અધ્યક્ષ સ્થાને મળેલ હિન્દૂ સંમેલનમાં આદિવાસી સમાજમાં થઈ રહેલ ધર્મ પરિવર્તન અને લવ જેહાદનાં વધતા કિસ્સા સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.વિશ્વ્ હિન્દૂ પરિષદનાં ક્ષેત્ર ધર્મ પ્રચારક પ્રમુખ ધીરુભાઈ કપૂરીયાએ વિશ્વ હિન્દૂ પરિષદની સ્થાપનાનાં 60 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય સંગઠન દ્વારા 32 દેશોમાં
<span;>73 હજાર કરતા વધુ સમિતિઓ અને 700 કરતા વધુ પૂર્ણકાલીન કાર્યકર્તાઓથી ચાલતી વિશ્વ્ હિન્દૂ પરિષદ વિશ્વનાં દરેક હિંદુઓનું પોતાનું સંગઠન છે.હિન્દૂ ધર્મ સંસ્કૃતિ બચાવવાની જવાબદારી સૌ હિંદુઓની છે.ડાંગ પ્રયોશા પ્રતિષ્ઠાનનાં પૂજ્ય પી.પી.સ્વામીજીએ ડાંગ જિલ્લામાં દરેક ગામમાં હનુમાનજીનાં મંદિર નિર્માણની જ્યોત પ્રગટાવી છે,જેમાં દાતાઓ પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે.જ્યારે હેતલદીદી એ સનાતન હિન્દૂ સંસ્કૃતિ પૂરાતન સમયથી ચાલી આવી હોય ધર્મ નું જતન સાથે ધાર્મિક સદભાવના બની રહે તે માટે સૌ હિંદુઓને પોતાના ધર્મ માટે સજાગ બનવા હાકલ કરી હતી.આ સંમેલનમાં ઉપસ્થિત આગેવાન યશવન્તભાઈ સહારેએ આદિવાસી પૂર્વ સમયથી હિન્દૂ ધર્મ પાળતો આવ્યો છે,તેમણે કહ્યું હતુકે ડાંગ જિલ્લામાં આદિવાસીઓમાં વિધર્મીઓ ધર્મ પરિવર્તન કરે છે તેમને આદિવાસી તરીકે યોજનાઓનો લાભ ન લેવો જોઈએ. ગોટીયામાળ ગામનાં માજી પોલીસ પટેલ ચંદરભાઈ ચૌધરીએ પોતાના ગામમા ધર્મ પરિવર્તનથી લોકોને અળગા રાખતા તેમને આ સંમેલનમાં પૂજ્ય પીપી સ્વામી અને હેતલદીદી ના હસ્તે શાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતુ.સમગ્ર ડાંગ જિલ્લામાં ગોટીયામાળ એક  જ એવું ગામ છે કે જ્યા એકપણ ખ્રિસ્તી કે અન્ય ધર્મનું પરિવાર કે ઘર નથી.આ સંમેલનમાં ઉપસ્થિત સૌ ધર્મપ્રેમી ભાઈ બહેનો દ્વારા ધર્મની રક્ષા માટે પ્રતિજ્ઞા કરી હતી.આ કાર્યક્રમમાં શામગહાનનાં પોલીસ પટેલ હીરાજભાઈ ગાવીત સહીત આગેવાનોએ જહેમત ઉઠાવી હતી..

Back to top button
error: Content is protected !!