AHAVADANG

આહવાની આદર્શ નિવાસી શાળા (કન્યા), અંડર-14 અને અંડર-17 કબડ્ડી ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં હાલમાં યોજાઈ રહેલી SGFI (School Games Federation of India) શાળાકીય રમતગમત સ્પર્ધામાં, આદર્શ નિવાસી શાળા (કન્યા) આહવા/સાપુતારાની બહેનોએ કબડ્ડીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.આ શાળાની અંડર-14 અને અંડર-17 એમ બંને વય જૂથની ટીમોએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.આ સફળતા માટે, શાળાના કોચ ભાવેશભાઈ વાઘેરા અને અમિતભાઈ ગામિતે ખેલાડીઓને તાલીમ આપી હતી, જ્યારે શાળાના આચાર્યા હેતલબેને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન બદલ શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!