વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
સાપુતારાથી વઘઇને જોડતો આંતરરાજય ધોરીમાર્ગ પ્રવાસી વાહન ચાલકો માટે સુગમ બન્યો..
રાજયનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં ગત સોમવારે મોડી રાત્રીએ વાદળ ફાટતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.ડાંગ જિલ્લાનાં વાઘમાળ,આમસરવળણ,લવાર્યા,મલિન અને બાજ સહીતનાં ડુંગરાળ વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે રીતસરનું વાદળ ફાટતા પાણીનો પ્રવાહ ડુંગરાળ વિસ્તારમાંથી ઉતરી બાજ ગામમાં ઘૂસી ગયો હતો.અહી રેલનું પાણી ભયાનક રીતે ધસી આવી બાજ ગામ સહીત રાજયધોરીમાર્ગ પર ફરી વળતા ઠેરઠેર વૃક્ષો ધરાશયી થયા હતા.અને રેલ માર્ગ પર વૃક્ષો ઘસડી લાવી હતી.સાથે કુદરતી આપદામાં અહી રાજય ધોરીમાર્ગમાં લેન્ડ સ્લાઈડીંગ સહિત બાજ ગામનો માઇનોર બ્રિજની બન્ને સાઈડનું વ્યાપક ધોવાણ થયુ હતુ.જેની જાણ ગતરોજ વહેલી સવારે ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુકણાને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ડાંગ જિલ્લાનાં રાજય ધોરીમાર્ગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુકણા સહીત નાયબ કાર્યપાલક ઈજનેરમાં એમ.આર.પટેલ તથા મદદનીશ ઇજનેરોમાં ગિરીશભાઈ પટેલ અને યતીનભાઈ પટેલ તેમજ લાશ્કરોની ટીમ દ્વારા યુદ્ધનાં ધોરણે આ માઇનોર બ્રિજનાં સાઈડનાં પુરાણની કામગીરી હાથ ધરી વાહન વ્યવહાર અકબંધ રાખેલ છે.ડાંગ જિલ્લાનો વઘઇથી સાપુતારાને જોડતો આંતર રાજય ધોરીમાર્ગ એ વાહન વ્યવહાર માટેનો મુખ્ય માર્ગ તરીકે ઓળખ ધરાવે છે.આ માર્ગમાંથી રોજેરોજ અસંખ્ય પ્રવાસી વાહનો તેમજ આવશ્યક સેવા ધરાવતા વાહનો સાપુતારા,વણી સહિત મહારાષ્ટ્ર રાજય તરફ આવન જાવન કરી રહ્યા છે.અહી ભારે વરસાદમાં પણ ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગની ટીમ દ્વારા જેસીબી,ટ્રેકટર,હાયવા સહિત માનવ બળ વડે આ માર્ગ યાતાયાત માટે અકબંધ રાખતા પ્રવાસીઓએ રાજય ધોરીમાર્ગની કામગીરીને બિરદાવી છે.જેમાં ડાંગ જિલ્લા રાજય ધોરીમાર્ગનાં કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુકણાએ જણાવ્યુ હતુ કે ગત સોમવારે રાત્રીનાં અરસામાં ડાંગ જિલ્લામાં મુશળધાર વરસાદ પડતા કુદરતી આપદાનાં પગલે રાજય ધોરીમાર્ગ વિભાગ હસ્તકનાં વઘઇ-શામગહાન,બારીપાડા-સુરગાણા,આહવા-વઘઇ, આહવા-સુબિર,આહવા-ચીંચલી,પીંપરી-ભેસકાતરી સહીતનાં માર્ગો પર ઠેરઠેર લેન્ડ સ્લાઈડીંગ,માટીનો મલબો,ભેખડો અને વૃક્ષો ધરાશયી થવાનાં બનાવો સહીત માર્ગોની સાઈડનાં ધોવાણની ઘટના બની હતી.આ માર્ગો પર વાહન વ્યવહાર ચાલુ રહે તે માટે રાજય ધોરીમાર્ગ વિભાગની ટીમ દ્વારા રાઉન્ડ ધ કલોકની કામગીરી હાથ ધરી છે.અમારી ટીમે જેસીબી,ટ્રેકટર, હાયવા સહિત માનવબળને કામે લગાવી આ માર્ગો પરથી કાટમાળ હટાવી સાઈડ પુરાણની યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરી છે.હાલમાં દરેક માર્ગો ટ્રાફિકેબલ બનતા વાહનવ્યવહાર પૂર્વરત છે..