GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:સન ફાર્મા અને યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા રૂપાપુરા, હાલોલ ખાતે મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૭.૨.૨૦૨૫

સન ફાર્મા અને યુનાઇટેડ વે ઓફ બરોડા ની સહભાગીતા હેઠળ રૂપાપુરા,હાલોલ ખાતે 1,98,000 ચોરસ ફૂટ વિસ્તારમાં મિયાવાકી ફોરેસ્ટ ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે. આ વિશાળ વૃક્ષારોપણ પ્રયાસ હેઠળ 100 વિવિધ જાતિના 10,000 વૃક્ષો લગાવવામાં આવશે,જે પર્યાવરણ માટે ઉપયોગી બનશે અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદરૂપ થશે.આ પ્રકલ્પમાં 50 સન ફાર્માના વોલિટીયર પણ જોડાયા હતા,જેમણે 2,500 વૃક્ષો રોપી પર્યાવરણ સંરક્ષણ માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી. યુનાઇટેડ વે ઓફ બરોડા, એક Implementing પાર્ટનર તરીકે, ફોરેસ્ટ ડેવલપમેન્ટ માટે સતત પ્રયત્નશીલ છે અને આગામી 3 વર્ષ સુધી તેનું સંચાલન અને સંભાળ કરશે.મિયાવાકી પદ્ધતિ એ જાપાનીઝ વનસ્પતિવિદ અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનિક છે, જે બહુવિધ સ્તરે વૃક્ષો વાવી, ઝડપી અને વધુ ઘનતાથી વન વિકાસ માટે જાણીતી છે. આ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવેલું વન સામાન્ય વનની તુલનામાં 10 ગણું ઝડપથી ઉગશે, 30 ગણું વધુ ઘનતા ધરાવશે, અને વધુ પ્રમાણમાં કાર્બન શોષી શકશે, જે પર્યાવરણ પુનઃસ્થાપન માટે મહત્વપૂર્ણ છે.આ પહેલ Green Environment વધારો, હવાની ગુણવત્તા સુધારવા અને સ્થાનિક જીવવિશ્વના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

Back to top button
error: Content is protected !!