AHAVADANG

ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આદિવાસી સેના દ્વારા રેલી કાઢી વિવિધ પ્રશ્નો અંગે આવેદનપત્ર પાઠવ્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારા નોટીફાઇડ વિસ્તારમાં આદિવાસી સેના દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી.તેમજ આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સેનાએ સાપુતારા નોટિફાઇડ એરીયા કચેરીના નાયબ મામલતદાર મારફતે રાજ્યપાલને સંબોધતુ આવેદનપત્ર પાઠવ્યું હતુ. ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નો અંગે આદિવાસી સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ છે.ત્યારે આ આવેદનપત્રમાં વન અધિકાર અધિનિયમ -૨૦૦૬ અંતર્ગત આદિવાસીઓને જંગલની જમીન ફાળવવા, ગુજરાત રાજયનાં ડાંગ જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો  હોવા છતાં પીવાના અને સિંચાઈનાં પાણીની ખૂબ જ તકલીફો હોવાથી તળાવ, ચેકડેમો અને નાના ડેમો બનાવીને પાણીની સમસ્યા દુર કરવા,ડાંગ જિલ્લાના તમામ ઘરોમાં વિજ કનેકશન આપીને ૨૪ કલાક વિજ પુરવઠો આપવા,સાપુતારાનાં તળાવોમાંથી ખાનગી હોટલોમાં પાણી આપવાનું બંધ કરીને તે પાણી આદિવાસીઓને આપવા, સાપુતારામાં ગેરકાયદેસર રીતે રહેતા પરપ્રાંતિયોને બહાર કાઢીને સાપુતારામાં માત્ર આદિવાસીઓને જ ગૃહ ઉદ્યોગ અને હોટલ ઉદ્યોગની પરવાનગી આપવા,આદિવાસીઓને જાતિના દાખલાઓ મેળવવામાં પડતી મુશ્કેલીઓ દુર કરીને સરળતાથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવા,ગેરકાયદેસર રીતે ચાલતા પોલટ્રીફાર્મો બંધ કરાવવા,ગુજરાત રાજયનાં અનુસૂચિત વિસ્તારોમાં ભારત દેશનાં બંધારણની કલમ ૧૩(૩) ક પ્રમાણેની રૂઢી પ્રથાનો ‘પેસા એકટ’ માં સમાવેશ નહી કરેલો હોવાનું જણાઈ રહેલ છે જેથી રૂઢી પ્રથાનો સમાવેશ કરવાનો સુધારો કરવાની માંગણી, ડાંગની આવક ડાંગ જિલ્લામાં જ વાપરવામાં આવે વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આદિવાસીઓને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે આદિવાસી સેનાએ રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યુ હતુ..

Back to top button
error: Content is protected !!