
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માર્ગોની સલામતી જળવાઇ રહે તે માટે ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગ વઘઇ-આહવા રાજ્યધોરી માર્ગ ઉપર હાલ પ્રોટેક્શન વોલ, આર. સી. સી. ગટરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) હસ્તકનો વઘઇ- આહવા રસ્તો જે તાપી જિલ્લા, નવસારી જિલ્લાને ડાંગ જિલ્લા સાથે જોડતો અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રસ્તો હિલી ટેરેઇનમાંથી પસાર થતો હોય મુખ્યત્વે વળાંક વાળો તથા ઘાટ સેકશનનો રસ્તો છે.
ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ પડતો હોય ક્યાંક સાઇડ સોલ્ડરનું ધોવણ તેમજ લેન્ડ સ્લાઇડ થતું હોય છે. જેના કારણે વઘઇ- આહવા રસ્તા ઉપર પ્રોટેક્શન વોલ, આર. સી. સી. ગટરની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જેની કામગીરી ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા ગુણવત્તા યુક્ત અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમજ ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ રાજ્ય લોકોની સલામતી માટે હંમેશા સજ્જ અને સજાગ છે.





