
વાત્સલ્યમ સમાચાર
ડાંગ

પુણે પ્રાંતમાં સમાવિષ્ટ ગુજરાત, ગોવા, દાદરા, નગર હવેલી, દિવ અને દમણની કુલ ૭૩ જવાહર નવોદય વિધ્યાલયની શાળાઓમાં યોજાયેલ CBSC ૨૦૨૪ ધોરણ ૧૨ વાણિજ્ય પ્રવાહની પરીક્ષામાં સાપુતારા શાળાના વિદ્યાર્થી કુમાર નિખીલ ઝાએ ૯૩.૦૦ ટકા સાથે બીજો ક્રમ, કુમારી વૈદેહિ ૯૨.૨૦ ટકા અને કુમાર ચંન્દ્રકાંન્ત પાલ ૯૧.૮૦ ટકા સાથે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
શાળાના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્કૃષ્ઠ પરિણામ મેળવતાં ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલ, શાળાના આચાર્યા શ્રી એન.એસ.રાણે, ઉપ આચાર્યા શ્રી ડી.આર.પાટીલ, તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.




