
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર એક ટ્રેલર પલ્ટી ગયા બાદ તે જ સ્થળે અન્ય એક ટ્રેલર ટ્રકની બ્રેક ફેલ થતા બેકાબુ ટ્રેલર સામે આવતી ટ્રક સાથે અથડાઈ માર્ગ સાઇડે આવેલ સંરક્ષણ દીવાલ સાથે અથડાતા ઊંડી ખીણ માં ખાબકતા રહી જતા મોટી દુર્ઘટના ટળી હતી.જયારે અન્ય બનાવ માલેગામ-શામગહાન વચ્ચે આવેલ યુ ટર્ન વળાંકમાં માર્ગ વચ્ચે પડેલ ખાડાને બચાવવા જતા પીકઅપ ગાડી ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા પીકઅપ માર્ગ સાઈડે સરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે અકસ્માત સર્જાયો હતો. જોકે બંને અકસ્માતોમાં ચાલકોનો ચમત્કારીક બચાવ થવા સાથે વાહનોને વ્યાપક નુકસાન થયુ હતુ.સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ઘાટમાં અકસ્માતોની વણઝારને પગલે વાહન ચાલકોમાં ભય ની લાગણી છવાઈ છે.તેવામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ દ્વારા શામગહાન નજીક યુ ટર્નનાં માર્ગ વચ્ચે પડેલ મસમોટો ખાડાની મરામત કામગીરી હાથ ધરી વાહન ચાલકોને અકસ્માત નિવારવા યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે..




