
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ના સ્વપ્નને સાકારિત કરવાના હેતુ સાથે ડાંગ જિલ્લાના વઘઇ નજીક આવેલ બોટાનિકલ ગાર્ડન ખાતે ડાંગ વન વિભાગ દ્વારા આયોજીત સ્વદેશી વસ્તુઓના મેળા – ૨૦૨૫ નું ઉદ્ધાટન વઘઇ તાલુકા પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન મળે મહિલાઓ આત્મનિર્ભર બને તેવા આશયથી આયોજિત આ મેળામાં ડાંગની સખીમંડળની બહેનો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ઉત્પાદનો, હળદર, મરી-મસાલા, ડ્રેસ, ઘર સજાવટની વસ્તુઓ, અથાણા, વાંસની બનાવટની વસ્તુઓને ખરીદીને સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના મંત્રને સાકારિત કરવાનો ડાંગની જનતાંને અનુરોધ કરવામાં આવ્યો છે.
વઘઇ બોટાનિકલ ગાર્ડન ખાતે આયોજિત આ સ્વદેશી મેળો, તારીખ ૧૦ નવેમ્બર થી તારીખ ૨૦ નવેમ્બર સુધી યોજનાર છે. આ મેળાના ઉદ્ધાટન પ્રસંગે દક્ષિણ વન વિભાગના મદદનિશ વન સરંક્ષક શ્રીમતી આરતી ડામોર, વન કર્મીઓ, સેલવાસ નવોદયના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.





