GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મામલતદાર કચેરી નજીક સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિની ઓપીડી ઓફિસ ખુલ્લી મુકાઈ માજી સૈનિકો નુ સન્માન કરાયું

વિજાપુર મામલતદાર કચેરી નજીક સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિની ઓપીડી ઓફિસ ખુલ્લી મુકાઈ માજી સૈનિકો નુ સન્માન કરાયું

oppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી નજીક સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની ઓપીડી ઓફિસ માનવ અધિકારો અને સરકાર દ્વારા આપવા મા આવતા લાભો અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિ માટે ખુલ્લી મૂકવા મા આવી હતી. જેમાં માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી તેમજ મહીલા અધ્યક્ષ નિશાબેન શાહ તેમજ જિજ્ઞિષા બેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિના તાલુકા પ્રમુખ તરીકે સંસ્થા સાથે જોડાયેલ સેવા ભાવિ અરવિંદ સિંહજી ચાવડાની નિયુક્તિ કરવા મા આવી હતી. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોશી એ જણાવ્યું હતુકે માનવ અધિકાર ના મૂલ્યો અને સરકાર ની વિવિધ યોજનાઓ થી વંચિત લોકો માટે આ સમિતિ કાર્યરત છે. અને સમિતિ ના દરેક સભ્યો ગામડાઓમાં રહેતા છેવાડા ના માનવી પાસે સરકાર ના લાભો પોહચે અને તેઓને તે માટે અધિકાર પ્રાપ્ત થાય તે માટે કામગીરી કરવાની હોય છે. સમિતિ એ તાલુકા પ્રમુખ તરીકે સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ અરવિંદ સિંહજી ચાવડાની નિયુક્તિ કરી હતી અને સાથોસાથ તાલુકાના દેશની સેવા કરતા સૈનિકો માજી સૈનિકો નુ પણ સન્માન કરવા મા આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!