વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત કોંગ્રેસનાં નેતા અમિત ચાવડા, વાંસદાનાં ધારાસભ્ય અનંત પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ જનમંચ કાર્યક્રમ અંતર્ગત આહવા તળાવ, સિવિલ હોસ્પિટલ તથા સરદાર માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા.તેમજ લોકોના કેટલાક પડતર સળગતા પ્રશ્નોને પણ આગેવાનોએ સાંભળ્યા હતા.ગુજરાત કૉંગ્રેસનાં નેતા અમિતભાઈ ચાવડા,વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ તથા આગેવાનો કૉંગ્રેસનાં જનમંચ કાર્યક્રમ અંતર્ગત આહવા તળાવ,સિવિલ હોસ્પિટલ, સરદાર માર્કેટની મુલાકાતે પહોંચ્યા હતા. તેમજ દેશી વિદેશી દારૂ, અને તે પ્રવૃત્તિઓ ચાલી રહી હોય, માથાભારે લોકો દ્વારા જમીન પચાવી પાડવામાં આવેલ હોય, માપણી માં ગોટાળા કરવામાં આવેલ હોય, સરકારી ડોક્ટર કે સ્ટાફ નિયમિત ન આવતા હોય, સરકારી કે ખાનગી હોસ્પિટલમાં નિયમોથી વધારે ફી વસૂલવામાં આવતી હોય, ફેક્ટરીઓના કામદારોને પૂરતો પગાર કે અન્ય સુવિધા આપવામાં ન આવી હોય, મનરેગામાં 100 દિવસ રોજગાર અને પૂરતો પગાર ન મળ્યો હોય વગેરે મુદ્દાઓ તથા અન્ય પડતર સળગતા પ્રશ્નોને લઈને આગેવાનોએ લોકો સાથે ચર્ચા કરી હતી.તેમજ આ પ્રસંગે ડાંગ જિલ્લા કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ મુકેશભાઈ પટેલ,કાર્યકારી પ્રમુખ સ્નેહલભાઈ ઠાકરે,આઇટી સેલ પ્રમુખ મનીષભાઈ મારકણા, વ્યારાનાં માજી ધારાસભ્ય પુનાજી ગામીત,માજી સાંસદ કિશનભાઈ પટેલ, તરબેઝ અહમદ ઉર્ફ બબલુ સહીત કૉંગ્રેસનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા..