વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વિભાગીય કચેરી વઘઈની વિજિલન્સ ટીમ દ્વારા બુધવારે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં આઇટી સેલનાં પ્રમુખની ધર્મપત્ની સહિત આઠ જેટલા ગ્રાહકોને વીજ ચોરી કરતા ઝડપી પાડ્યા હતા.ત્યારબાદ વઘઇ વિજિલન્સની ટીમ દ્વારા વધુ ચાર જેટલા વીજ ચોરોને ઝડપી પાડ્યા છે.દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વિભાગીય કચેરી વઘઈની વિજિલન્સ ટીમ દ્વારા ગુરુવારે ફરી આહવા ખાતે તપાસણી કરવામાં આવી હતી.ત્યારે તળાવ કિનારે આવેલ પાણી પુરવઠાનાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી પેટ્રોલ પંપની સામે આવેલ દુકાનોમાં ડાયરેક્ટ વાયર લંબાવી વીજ ચોરી કરતા 4 જેટલા વ્યક્તિઓ રંગે હાથ ઝડપાયા હતા. જેમાં વઘઈ વિજિલન્સની ટીમ દ્વારા ગુરુવારે (1) રાજીવભાઈ રમેશભાઈ શર્મા રૂ.18,266/- ની વીજ ચોરી ,(2)કૌશિકભાઈ રાયસિંગ ભાઈ પાડવી 3232/- રૂપિયાની વીજચોરી,(3)દિપકભાઈ રામાભાઈ ઠાકરે 9,368/- રૂપિયાની વીજચોરી,(4)વિનોદભાઈ બળવંતભાઈ ગાયકવાડ 3232/- રૂપિયાની વીજચોરી મળી કુલ 34,099 રૂપિયાની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.અને ચારેયનું ગેરકાયદેસર વીજ જોડાણ કાપી નાખી દંડ ફટકારવામાં આવેલ છે.ડાંગ જિલ્લાનાં આહવા નગરમાં વઘઇ વીજ વિજિલન્સ વિભાગ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતા ગેરકાયદેસર વીજચોરી કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે..