
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) એ હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓથી મહિલાઓ દ્વારા ગ્રામ્ય સ્તરે રોજગારીની તકોનું નિર્માણ, હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓના વેચાણની રીત અને તેનો મહત્તમ ભાવ લેવાની પદ્ધતિ અંગે વ્યાખ્યાયન (Lecture) આપ્યું હતું.
તેમજ નાગલીની પાપડી, બિસ્કિટ, તેમજ સેવ બનાવવાની તાલીમ પણ આપવામાં આવી હતી. હલકા ધાન્ય પાકો માંથી બનતી વિવિધ વાનગીઓનો ફિલ્મ શો પણ બતાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અંતિમ ભાગમાં તમામ મહિલાઓએ હલકા ધાન્ય પાકોમાંથી બનતી વિવિધ વાનગીઓ તેનું વેચાણ કરી આર્થિક રીતે સક્ષમ થવા સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં ૨૭ જેટલી મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.




