AHAVADANG

વઘઇ ખાતે એગ્રીવિઝન કૃષિ કોલેજ વઘઈનાં કાર્યકરોએ ગરીબ સેવા વસ્તીમાં મફતમાં પિચકારીઓ,ફુગ્ગા અને વિવિધ રંગોનું વિતરણ કર્યુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ ખાતે રંગો કા ત્યોહર હોળી નિમિત્તે, એગ્રીવિઝન કૃષિ કોલેજ વઘઈ યુનિટનાં કાર્યકરોએ ગરીબ સેવા વસ્તીમાં રંગો, પિચકારી, ફુગ્ગા વગેરેનું વિતરણ કર્યું અને તેમની સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી.આ પ્રસંગે એગ્રીવિઝન ગુજરાત રાજ્યનાં કન્વીનર કેશવભાઈ કશ્યપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વઘઈ તાલુકા કાર્યવાહ હકમભાઈ રબારી, સેવા વડા ડૉ. નિખિલભાઈ ઠાકોર અને જિલ્લા સંપર્ક વડા ગોવિંદભાઈ વકીલ ખાસ ઉપસ્થિત રહી આ ગરીબ સેવા વસ્તીના વિધાર્થીઓ તેમજ નાના ભૂલકાઓ સાથે  રંગો કા ત્યોહર રમી હોળીની ઉજવણી કરવામાં આવતા આ ગરીબ ઘરનાં દીકરા-દીકરીઓમાં સ્મિત છલકાયુ હતુ.વઘઇનાં એગ્રીવિઝન કૃષિ કોલેજનાં કાર્યકર્તાઓએ ગરીબ સેવા વસ્તીમાં માનવતા મહેકાવતા બાળકો સહિત વડીલોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો..

Back to top button
error: Content is protected !!