DEDIAPADAGUJARATNARMADA

દેડીયાપાડા તાલુકાની વંદના પેરા મેડીકલ નર્સિંગ કોલેજ ખાતે મહિલાલક્ષી કાયદાઓ અંગે માહિતી અપાઈ

દેડીયાપાડા તાલુકાની વંદના પેરા મેડીકલ નર્સિંગ કોલેજ ખાતે મહિલાલક્ષી કાયદાઓ અંગે માહિતી અપાઈ

તાહિર મેમણ- ડેડીયાપાડા- 08/09/2025 – જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા 10 Days Special Awareness Campaign અંતર્ગત ૮ મી સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ દેડીયાપાડા તાલુકાની વંદના પેરા મેડીકલ નર્સિંગ કોલેજ ખાતે ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન, મહિલા સહાયતા કેન્દ્રની ટીમ દ્વારા ધરેલુ હિંસા અધિનયમ ૨૦૧૩ (DV-ACT), કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી-અધિનયમ ૨૦૦૫ (POSH ACT) અંગે જાગૃત્તા કાર્યક્રમ યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં મહિલાલક્ષી કાયદાઓ, શિક્ષણનું મહત્વ, દિકરી દેશનું ગૌરવ, તેમજ દરેક ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે જે અંગે પ્રેરણાદાયી ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ મહિલાલક્ષી યોજનાકીય માહિતી વિસ્તૃતમાં પુરી પાડવામાં આવી હતી.

 

કાર્યક્રમમાં ઉપ-આચાર્ય શ્રીમતી હેતલબેન વસાવા, ડિસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેનના જેન્ડર સ્પેસીયાલિસ્ટશ્રી કેશુભાઇ વસાવા, મહિલા સહાયતા કેંદ્ર ડેડીયાપાડાના કેસ વર્કરશ્રી ગંગાબેન વસાવા અને સંગમબેન વસાવા, કોલેજના પ્રોફેસરશ્રી સ્મિતાબેન, ગાયત્રીબેન, સરીતાબેન સહિત કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!