વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જયારે આખું વિશ્વ ભારત દેશની દેન એવા યોગ ડે નો તા. ૨૧/૦૬/૨૦૨૫ ના રોજ અભ્યાસ કરી યોગના મહત્વને સમજી યોગને પોતાના જીવનમાં સ્થાન આપે છે.ત્યારે ડાંગ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, રંભાસ ના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષક ગણ શાળાના આચાર્ય સંદીપભાઈ ચૌધરીના નેતૃત્વમાં ડાંગ જિલ્લામાં આવેલા વિશ્વ પ્રખ્યાત એવા પ્રવાસન સ્થળ, ગીરાધોધ, વઘઈ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.અને યોગના માહત્મ્ય ને સમજ્યા હતા.ત્યારે સમગ્ર શાળા પરિવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી ખુબજ ઉત્સાહ પૂર્વક કરી હતી . ગીરા ધોધ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ગીરાધોધ ટ્રસ્ટના પ્રમુખ ગણેશભાઈ માહલા, રંભાસ CRC કો-ઓર્ડીનેટર તથા આંબાપાડા ગ્રામ નિવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય દ્વારા ઉપસ્થિત તમામ ગ્રામજનો અને અન્ય પ્રવાસી નાગરિકોને પ્રાસંગિક ઉદ્દબોધન કરી મહર્ષિ પતંજલિ દ્વારા રચાયેલ યોગદર્શન ગ્રંથ વિશે સક્ષિપ્તમાં માહિતી આપી હતી.અને ભારતના અમુલ્ય સાંસ્કુતિક વારસાનું માહત્મ્ય સમજાવવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક સામેલભાઈ દ્વારા ઉપસ્થિત તમામનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો..