વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફ ના માણસોએ બાતમીના આધારે આહવા તાલુકાના ગાઢવી ગામની સીમમાંથી કારમાં લઈ જવાતા દારૂ ના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂ ના જથ્થા સહિત ૨.૫૬ લાખનો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યો હતો.અને બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાત્રીના સમયે નવાપુરથી એક ઇસમ સફેદ કલરની મારૂતી સ્વીફ્ટ ફોરવ્હીલ કાર નં.GJ-05-CN-8542 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ગાઢવી ગામે સપ્લાય કરવા આવનાર છે. જે બાતમીના આધારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ફિલ્મીઢબે કારનો પીછો કર્યો હતો.કાર ચાલક પોતાની કાર સુકમાળ ત્રણ રસ્તા થઈ જામનહિહિર ગામથી પસાર થઈ ઇસદર ત્રણ રસ્તા થઈ ઇસદરગામ તરફ જતા જાહેર રોડ ઉપર કારને ઓવરટેક કરી લઇ કોર્ડન કરી પોલીસે કાર ચાલક દશરથભાઈ દિવાનજીભાઈ ગાવીત ( ઉ.વ.૫૧, રહે.કિલવનપાડાગામ તા.નવાપુર જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ની અટકાયત કરી હતી.તેમજ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ-૬૮૬ જેની કિંમત રૂપિયા ૫૧,૧૨૦/- તથા મોબાઈલ ફોન નંગ-૨ જેની કિંમત રૂપિયા ૫૦૦૦/- તથા ફોરવ્હીલ ગાડી જેની કિંમત રૂપિયા ૨ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૨,૫૬,૧૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને દારૂનો જથ્થો મંગાવનાર રાહુલભાઈ રતિલાલભાઇ અલબાડ ( રહે.ગાઢવીગામ તા.આહવા જી.ડાંગ ) તથા મુદ્દામાલ ભરી આપનાર કાકા વાઈનશોપ નવાપુર ના સંચાલક (જેના નામની ખબર નથી) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આહવા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..