વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
હાલમાં થોડા દિવસ અગાઉ વઘઈ પોલીસ મથકે ઓનલાઇન સાયબર ફ્રોડને લઈને ફરિયાદ નોંધાઈ હતી.જે ફરિયાદના આધારે ડાંગ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ મથકનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમે સાયબર ફ્રોડ કરનાર ગેંગનાં એક આરોપીને ઝડપી પાડ્યો છે. તા.૨૭/૦૧/૨૦૨૫ ના રોજ વઘઈ પોલીસ મથકે એક સાયબર ફ્રોડને લઇ ઇમિત્યાઝ સત્તારભાઈ ધાનાણીએ ફરિયાદ નોંધવી હતી.ફરિયાદ મુજબ આરોપીએ પોતાનું નામ જીતુભાઈ જણાવેલ હતુ.અને તેણે દસ મિનિટમાં આધાર કાર્ડને પાન કાર્ડ ઉપર રૂ.૧૦,૦૦,૦૦૦/- લોન આપવાની લોભામણી જાહેરાત કરી કન્સલટન્સીનાં નામો આપી ફરીયાદીને ખોટી રીતે ફસાવી અને લોન પ્રોસેસિંગ ફીનાં નામે ફરીયાદીને ક્યુઆર કોડ મોકલી ફરિયાદીનાં બેન્ક ખાતામાંથી ગૂગલ પેનાં માધ્યમથી પ્રથમ રૂ.૧૨,૫૦૦/- બાદમાં રૂ.૧૦,૯૦૦/- એમ કુલ રૂ.૨૩,૯૦૦/- ની છેતરપીંડી કરેલ, ત્યાર બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવીની ટીમ દ્રારા ટેકનીકલ સર્વેલન્સથી આરોપીએ ગુનામાં ઉપયોગમાં લીધેલ એકટીવા રજી.નં.GJ-16-DB-0435 ની તપાસ કરતા એકટીવા નં.GJ-16-DB-0435 નો ધારક સુભાષભાઈ અંબુભાઇ રાઠોડ (ઉ.વ.૩૦ રહે.જુના બોરભાઠા સડક ફળીયુ,તા.અંકલેશ્વર જી.ભરૂચ ) હોય જે આ વોન્ટેડ આરોપી જીતુ જોગાણીનો સગા સાળો થાય છે.જેને કબુલાત કરેલ કે આ કામના આરોપી જીતુ ભગવાનભાઇ જોગાણીએ લોકોને તાત્કાલીક લોન આપવાના બહાને ચીટીંગ કરતો હોય, જેથી તેઓ વિરૂધ્ધમાં જુદા જુદા શહેરોમા ત્રણથી ચાર ગુનાઓ દાખલ થયેલ છે.અને જીતુભાઇ જોગાણી એ તેમના તથા તેમના સગા સંબંધીઓને રૂપિયાની લાલચ આપીને અલગ અલગ બેંકોમાં બેંક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડ કરેલ છે.જેથી ગુનાના કામે જીતુ ભગવાનભાઇ જોગાણી વોન્ટેડ છે.હાલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે આરોપી સુભાષભાઈ અંબુભાઇ રાઠોડ (ઉવ.૩૦ રહે.જુના બોરભાઠા સડક ફળીયુ તા.અંકલેશ્વર જી.ભરૂચ )થી પકડી લાવી તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.તેમજ આહવા સાઈબર ક્રાઈમ પોલીસની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે