
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજન તથા પોલીસ કર્મીઓની ટીમ જિલ્લા વિસ્તારમાં વોચ તપાસ પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફનાં પોલીસ કર્મીઓએ બાતમીનાં આધારે આહવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને લશ્કર્યા ત્રણ રસ્તા પાસે સુબીર તરફ જવાના રસ્તા ઉપરથી ઝડપી પાડ્યો હતો.આહવા પોલીસ મથકે છેલ્લા એક વર્ષથી દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી સ્વપ્નિલભાઈ ચંદુભાઈ બારી (રહે.નંદુરબાર જી.નંદુરબાર મહારાષ્ટ્ર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.ત્યારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે લશ્કર્યા ત્રણ રસ્તા પાસે સુબીર તરફ જવાના રસ્તા ઉપર થી સ્વપ્નિલભાઈ ચંદુભાઈ બારીને ઝડપી પાડ્યો હતો.અને આરોપીનો કબજો આહવા પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. .




