AHAVADANGGUJARAT

ગાંધીનગર ખાતે આયોજિત પોષણ ઉત્સવમાં ડાંગની આંગણવાડી બહેનોને TLM,મિલેટ્સ સ્પર્ધામાં ત્રીજા નંબરે વિજેતા જાહેર કર્યા….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ના લક્ષ્યને સાર્થક કરતા ‘પોષણ ઉત્સવ-૨૦૨૫’ નો રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં વ્હાલી દીકરી યોજનાના પોર્ટલનો શુભારંભ, વિકાસ સપ્તાહ ફિલ્મનું નિદર્શન, ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધાના વિજેતા, ભૂલકા મેળો ૨૦૨૫ના વિજેતા અને પોષણ સંગમ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લા અને મહાનગરપાલિકાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જેમાં ડાંગ જિલ્લાના આહવા પોલીસલાઈન આંગણવાડીના કાર્યકર બહેન શ્રીમતી જમનાબેનને  મિલેટ્સ વાનગી સ્પર્ધામાં બનાવેલ “મિલેટ્સ પુલાવ” માં ત્રીજા નંબરે વિજેતા, તેમજ “TLM “હવાની થીમમાં  વઘઈ રાજેન્દ્રપૂર આંગણવાડી કાર્યકર બહેન શ્રીમતી રોઝીનાબેનને પણ ત્રીજા નંબરે વિજેતા થવા બદલ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, કમિશનર રણજીત કુમાર સિંહ, તેમજ પોષણ અભિયાનના મિશન ડિરેક્ટર  જિજ્ઞાસા પંડ્યા સહિતના મહાનુભાવો દ્વારા પ્રમાણપત્ર વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

ડાંગ જિલ્લા આંગણવાડી બહેનોની આ સિદ્ધિ બદલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. એસ. વસાવા, પ્રોગ્રામ ઓફિસર  જ્યોત્સનાબેન પટેલ સહિતના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

Back to top button
error: Content is protected !!