
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ સહિત સ્ટાફ દ્વારા એકલવ્ય મોડલ સ્કૂલમાં રહેતા બાળકો સાથે ઈકો ફ્રેન્ડલી ઉતરાયણ પર્વની ઉજવણી કરીને એક નવીન પહેલ કરી હતી.આ ઉજવણી દરમિયાન પોલીસ સ્ટાફે બાળકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃત કરવા માટે ખાસ પ્રકારની પતંગો વિતરણ કરી હતી.આ કાર્યક્રમમાં સાપુતારા પોલીસ મથકના PI આર.એસ.પટેલ તથા અન્ય પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.તેમણે બાળકોને પતંગ ઉડાડવાની મજા માણવાની સાથે સાથે સાયબર ક્રાઇમના ખતરાઓથી સાવધાન રહેવા માટે સમજાવ્યા હતા. પતંગ પર લખેલા સૂત્રો દ્વારા બાળકોને સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ આપવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ પ્રકારની પહેલથી બાળકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધશે અને તેઓ સાયબર ક્રાઇમથી પોતાને કેવી રીતે બચાવી શકે તે અંગે જાગૃત થશે. સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની બાળકો પ્રત્યે સંવેદના અને આ નવી પહેલને લઈને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે..





