શહેરા ખાતે દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા રજતજયંતી વર્ષની ઉજવણી સાથે સ્નેહ મિલન સમારોહ યોજાયો

પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી પંચમહાલ
શહેરા નગરપાલિકા ટાઉનહોલ ખાતે 212 દરજી સમાજ વિકાસ મંડળ દ્વારા સ્નેહ મિલન સમારોહ અને રજતજયંતી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગણપતરામ જોઈતારામ દરજી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં 212 દરજી સમાજ વિકાસ મંડળના અધ્યક્ષ જયંતીભાઈ દરજી, પ્રમુખ દિવ્યાંગભાઈ દરજી, મંત્રી ધર્મેન્દ્રભાઈ દરજી સહિત તમામ કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શહેરા દરજી સમાજ નવ યુવક મંડળના તમામ સભ્યોએ પણ હાજરી આપી હતી.સમારોહ દરમિયાન, 212 દરજી સમાજ વિકાસ મંડળના પ્રમુખ દિવ્યાંગભાઈ દરજીએ સમાજને લગતી વિવિધ યોજનાઓ અમલમાં મૂકી હતી, જે સમાજના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે.સમાજમાં નિવૃત્ત થયેલા વડીલોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેણે નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી.કાર્યક્રમના અંતે, તમામ સભ્યોએ ભેગા મળીને ભોજન ગ્રહણ કર્યું હતું અને સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહે દરજી સમાજમાં ઉત્સાહ અને એકતાનો માહોલ સર્જ્યો હતો.






