
તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિંઘ બધેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે
કાર્યક્રમના સુચારૂ આયોજનને લઇને જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ભારત સરકાર એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ અંતર્ગત તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લામાં પધારનાર છે જે અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર એસ.કે.મોદીના અધ્યક્ષસ્થાને કલેકટરના ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે. તદ્દ-ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ, સંબંધિત વિભાગના ચેરમેનઓ સહિત અધિકારી સાથે બેઠક યોજી જિલ્લાના વિભાગોના કામોનું જાણકારી મેળવનાર છે.




