GUJARAT
શિનોર તેમજ માલસર નર્મદા નદીમાં દશામાંની મૂર્તિઓનું શ્રધ્ધાભેર વિસર્જન કરાયું
ફૈઝ ખત્રી.. શિનોર શિનોર તાલુકાના ગામોમાં દશામાં નાં 10 દિવસના આતિથ્ય બાદ ભાવિક ભક્તો દ્વારા દશામાંની મૂર્તિઓનું ભક્તિ ભાવ સાથે વિસર્જન કરાયું હતું. શિનોર પંથકમાં ભક્તો દ્વારા 10 દિવસ સુધી ઉપવાસ રાખી, દશામાંની પૂજા અર્ચના કરી માય ભક્તો ભક્તિમાં લીન બન્યા હતા. દશામાંના વ્રતને લઈને માય ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દિવાસા નાં દિવસે પારંભ થયેલ દશામાંના વ્રતનું આજે સમાપન થતાં શિનોર તેમજ માલસર ખાતે મૂર્તિઓનું નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું.




