તા.૧૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરના ગોદી રોડના મહાવીર નગરમાં શ્રી નવનિર્મિત ભગવાન શ્રી શાંતિનાથ જિનાલયના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે તારીખ ૧૭ ને સોમવારના રોજ બીજા દિવસે સવારથી જ ભગવાનના અભિષેક, પૂજા તેમજ ભગવાનના ગર્ભ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્યશ્રી દ્વારા પ્રતિષ્ઠા ના બીજા દિવસે શાળાના બાળકોને સંબોધિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે માસ મદિરાનો ત્યાગ અને આત્મહત્યા ન કરવાના નિયમ લેવડાવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બાળકો અને શેર સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ શહેરના ગોદી રોડના મહાવીર નગરમાં નવનિર્મિત જિનાલયની પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવના બીજા દિવસે પૂજા અને ત્યારબાદ ભગવાનના અભિષેક સાથે નિત્ય પૂજા અને ત્યારબાદ ગર્ભ કલ્યાણક ની ઉજવણી પુરા વિધિ વિધાન સાથે કરાઈ હતી. ત્યારબાદ યાગ મંડલ વિધાન અને ત્યારબાદ આચાર્યશ્રી સુનિલસાગરજી મહારાજ દ્વારા શહેરની ગુરુકુલ અને સેન્ટ મેરી શાળાના બાળકોને સંબોધન કરવામાં આવ્યું હતું તેમાં તેઓશ્રીએ વિવિધ શીખ આપી હતી અને માસ મદિરા નો ત્યાગ અને આત્મહત્યા કરવા ન જેવા માનવ જીવનના મહત્વના નિયમો લેવડાવ્યા હતા.ત્યારબાદ ૮૧ સૌભાગ્યમતીઓ સહિત સમાજના લોકો સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. નિર્ધારિત રૂટ પર ફરી શોભાયાત્રા મંદિરજીએ પહોંચી અને ત્યાં મંદિરજીની વેદી, માનસ્તંભ શિખરનો અભિષેક કરી શુદ્ધિ કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના સમયે તીર્થંકર માતા જાગરણ સ્નાનશૃંગાર દેવદર્શન સાથે ભગવાનની માતાને આપેલા ૧૬ સ્વપ્નોનો ફલાદેશ અપાયો હતો. ત્યારબાદ આચાર્ય ભગવંત શ્રી સુનિલ સાગર જી મહારાજ દ્વારા પ્રવચન કરાવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોને સંબોધ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે જિનેન્દ્ર ભગવાનની આરતી અને ત્યારબાદ રાત્રિના સમયે સૌધર્મ ઈન્દ્રની અદભુત સભા યોજાઈ હતી. આ કાર્યક્રમોનો લાભ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લઈ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરી હતી.