GIR SOMNATHGIR SOMNATH

સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ૧૦’માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો યોગ અભ્યાસુઓને લીંબુ શરબત પીવડાવી ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ વિતરણ કરાયું

સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિશ્વ 21 જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે. પર્યટન વિભાગ દ્વારા આઇકોનિક પ્લેસ તરીકે ઘોષિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ચોપાટી ગ્રાઉન્ડ ખાતે પ્રતિ વર્ષ વિશ્વ યોગ દિવસ પર હજારો યોગ અભ્યાસુ યોગાસનો કરે છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર ના સહયોગમાં રહીને વિશ્વ યોગ દિવસ પર વધુને વધુ લોકો યોગ સાથે જોડાઈ તે પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે આજરોજ જ્યારે ૧૦’ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર હજારોની સંખ્યામાં યોગ અભ્યાસુઓએ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોગ અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા અનુસાર પ્રત્યેક યોગ અભ્યાસુ ને ઠંડું લીંબુ શરબત પીવડાવવામાં આવ્યું હતું.તેમજ યોગ અભ્યાસ કરવા આવેલ શાળાના બાળકો માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગ્લુકોઝ યુક્ત બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

વાત્સલમ સમચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!