BHARUCHBHARUCH CITY / TALUKO

17 વર્ષની સગીરા સાથે 14 અને 15 વર્ષના બે કિશોરે વારાફરતી દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો

ભરૂચની એક સોસાયટીમાં મામાના ઘેર લગ્નમાં આવેલી 17 વર્ષની સગીરા સાથે પાડોશી 14 અને 15 વર્ષના બે કિશોરે વારાફરતી દુષ્કર્મ કરી તેનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ ઘટના સગીરાના પરિવાર સમક્ષ આવતા પોલીસે વીડિયોમાં જણાતા બે કિશોર સામે ગુનો દાખલ કરી બંનેની અટકાયત કરી હતી.

ભરૂચમાં લિંક રોડ ઉપરની એક સોસાયટીમાં રહેતા મામાના ઘેર લગ્ન હોવાથી સોસાયટીમાં અન્ય મકાનમાં રહેવા માટે પરિવારના સભ્યો સાથે આવી હતી. 17 વર્ષની સગીરા ઘેર એકલી હતી ત્યારે પાડોશી કિશોરો પાણી પીવાના બહાને ઘેર આવ્યા હતા. આ વખતે પ્રથમ વખત 15 વર્ષના કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું તેનો વીડિયો તેના 14 વર્ષના મિત્રે મોબાઇલમાં કેદ કર્યો હતો. ત્યારબાદ 14 વર્ષના કિશોરે સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને 15 વર્ષના કિશોર મિત્રએ તેનો પણ વીડિયો મોબાઈલમાં ઉતાર્યો હતો.

તા.4 ફેબ્રુઆરીના રોજ સગીરા નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી ત્યારે 15 વર્ષના કિશોરે તેણીને રસ્તામાં રોકી નવા મકાનના બાંધકામ સ્થળે લઇ જઇ ત્યાં સૃષ્ટિ વિરુઘ્ધનું કૃત્ય કર્યું હતું તેનો વીડિયો પણ મોબાઇલમાં ઉતાર્યો હતો. આ ઘટનાથી સગીરા ડઘાઈ ગઈ હોવાથી પરિવારને વાત કરવાનું ટાળ્યું હતું. મોબાઇલમાં કેદ કરેલો અશ્લિલ વીડિયો બંને કિશોરે એકબીજાને બતાવી શેર કરવાનું શરૂ કર્યું હતું.

આ વીડિયો બંનેએ પાડોશી મિત્રને પણ બતાવતા તેણે આ વીડિયો સગીરાના પિતાને તેના ઘરે જઈ બતાવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. આ અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ લઈ બંને કિશોર સામે બળાત્કાર, પોકસો, એટ્રોસિટિ અને સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વીડિયોમાં દેખાતા બંને કિશોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!