GUJARAT
કરજણ ખાતે દાવતે ઇસ્લામી તેમજ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન નાં યુવાનો દ્વારા વૃક્ષા રોપણ કરાયું
વૃક્ષ વાવો, ભારતને હરિયાળું બનાવો અંતર્ગત સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સંસ્થા દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા સમગ્ર ભારત દેશમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવા આહવાન કરવામાં આવ્યું હોય વડોદરા જિલ્લાના કરજણ દાવતે ઇસ્લામી શાખા તેમજ ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન નાં યુવાનો દ્વારા વૃક્ષા રોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. દાવતે ઈસ્લામી ઈન્ડિયા ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશનના 'વૃક્ષ બનાવો' અભિયાન હેઠળ, કરજણ નગર નાં અલગ અલગ વિસ્તારોમાં તેમજ કરજણ તાલુકામાં આવેલાં અન્ય ગામોમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું . જેથી દેશને હરિયાળો, સ્વચ્છ બનાવી શકાય પર્યાવરણ અને દેશની સુંદરતામાં વધારો કરવા માટે આ અભિયાન સમગ્ર ભારતમાં ચાલી રહ્યું છે અને સંસ્થા દ્વારા રોપાઓ વાવવાની સાથે તેની કાળજી લેવાની જવાબદારી પણ લેવામાં આવી રહી છે.તેમજ છોડના રક્ષણ માટે ટ્રી ગાર્ડ પણ લગાવવામાં આવ્યા હતા જેથી તેઓ વૃદ્ધિ પામી શકે. આ સંસ્થા વિવિધ પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓ માં અગ્રેસર સ્થાન ધરાવે છે. ઈસ્લામ ધર્મ અનુસાર વૃક્ષારોપણ એ પુણ્યનું કાર્ય છે. સંશોધનના આધારે વૃક્ષો પૃથ્વીની સુંદરતામાં વધારો કરે છે, ગ્લોબલ વોર્મિંગ ઘટાડે છે, પર્યાવરણને સ્વચ્છ રાખે છે અને ઓક્સિજન આપે છે. આવો આપણે સૌ સાથે મળીને વૃક્ષ વાવો વૃક્ષ બનાવો અભિયાનમાં જોડાઈએ અને આપણે સૌ સાથે મળીને આપણા વિસ્તારો અને ઘરોમાં વૃક્ષો વાવીએ અને ભારતને ગ્રીન ઈન્ડિયા બનાવીએ. ફૈઝ ખત્રી..શિનોર





