ARAVALLIGUJARATMALPURMODASA

સાતરડા ગામ માટે ગૌરવનો દિવસ : નેશનલ એવોર્ડ માટે દિલ્હી ટીમે લીધી મુલાકાત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

સાતરડા ગામ માટે ગૌરવનો દિવસ : નેશનલ એવોર્ડ માટે દિલ્હી ટીમે લીધી મુલાકાત

અરવલ્લી જિલ્લાના માલપુર સાતરડા ગામ માટે આજનો દિવસ ગૌરવપૂર્ણ રહ્યો હતો. ભારત સરકાર દ્વારા આપવામાં આવતા નેશનલ એવોર્ડ અંતર્ગત દિલ્હીની એક ઉચ્ચસ્તરીય ટીમે ગામની મુલાકાત લઈને વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું.
આ પ્રસંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ડિરેક્ટર વરુણ ભારદ્વાજ તેમજ મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી પ્રભાત કુમાર દ્વારા ગામમાં થયેલા વિકાસ કાર્યો, સ્વચ્છતા વ્યવસ્થા અને ગ્રામ વિકાસ સાથે જોડાયેલી વિવિધ પ્રવૃત્તિઓનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.આ મુલાકાત દરમિયાન અરવલ્લી જિલ્લાના કલેક્ટર  પ્રશસ્તિ પરીખ, DRDAના ડિરેક્ટર આર.એન. કુચારા, તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ તેમજ ડેપ્યુટી DDO જાગૃતિબેન પટેલ સહિત જિલ્લાના વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા.ટીમને ગ્રામ પંચાયત દ્વારા ગામમાં કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી તેમજ ગામના મહત્વના સ્થળોની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. સમગ્ર આયોજન ગ્રામ પંચાયત અને ગામજનોના સહકારથી સફળ બન્યું હતું.આ પ્રસંગે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર, DRDA અને તાલુકા પંચાયતના અધિકારીઓના માર્ગદર્શન અને સહકાર બદલ ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.સાતરડા ગામની આ મુલાકાત ગામ માટે ગૌરવની ક્ષણ બની રહી હતી અને આવનારા સમયમાં ગામને નેશનલ લેવલે માન્યતા મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!