
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના આચાર્યનું હાર્ટ એટેકથી અવસાન, શિક્ષણ જગતમાં શોક
મેઘરજ તાલુકામાં આવેલ શ્રી વિશ્વમંગલમ વિદ્યાલય પટેલ ઢુંઢાના આચાર્ય દીપકભાઈ પટેલનું હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું હતું.મૂળ રાજસ્થાનના માંડલી ગામના વતની દીપકભાઈ પટેલ લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે સેવાઓ આપી રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ શાળાએ શિક્ષણ, સંસ્કાર અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી.આચાર્યના અચાનક નિધનના સમાચાર સાંભળતા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા વિસ્તારના આગેવાનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.





