
તા. ૩. ૧૨. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
de.Bariya:દેવગઢ બારિયા તાલુકા માં ૧લી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી રંગોળી અને કેન્ડલ માર્ચ દ્વારા કરવામાં આવી
.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવત અને જીલ્લા ટીબી અને એચ આઇ વી અધિકારી આર. ડી .પહાડીયા ના માર્ગદર્શન હેઠળ 1લી ડિસેમ્બર “વિશ્વ એઇડ્સ દિવસ” ૨૦૨૪ નું સૂત્ર “Take the Rights Path: My Health, My Right! (અધિકારનો માર્ગ અપનાવીએ મારૂ સ્વાસ્થ મારો અધિકાર) થીમ હેઠળ આજરોજ વિશ્વ એઈડ્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી તાલુકા આરોગ્ય અધિકારી ડો કલ્પેશ બારિયા અને અધિક્ષક
સ્કૂલ દેવગઢ બારીયા માં નર્સિંગ સ્ટુડન્ટ દ્વારા રંગોળી અને કેન્ડલ પ્રગટાવી ને ઉજવણી કરવામાં આવી આ ઉજવણી માં નર્સિંગ કોલેજ સ્ટાફ,તાલુકા આરોગ્ય કચેરી સ્ટાફ ICTC (લેબોરેટરી)વિભાગ તેમજ લિંક વર્કર સ્કીમના સુપરવાઈઝર અને લિંક વર્કર દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ માં ભાગ લેવામાં આવ્યો.અને તાલુકા ટીબી સુપરવાઈઝર દ્વારા ટીબી/એચ.આઇ. વી વિશે પ્રશ્નોત્તરી કરી પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા.અને RKSK કાઉન્સિલર દ્વારા કિશોર કિશોરીઓ RKSK પ્રોગ્રામ વિશે વિગતવાર સમજવવામાં આવ્યું તથા IEC કરવામાં આવી.




